શ્રી રાવ આ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વિદ્યાર્થી છે અને 1977-82ના બેચમાં આ સંસ્થામાંથી તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. આગળ જતાં તેમણે, મધ્ય પૂર્વમાં જેમિની ગ્રૂપ નામનાં વિશાળ બિઝનેસ સામ્રાજ્યની સ્થાપના કરી. રિઅલ એસ્ટેટ, ઊર્જા વ્યાપાર (એનર્જી ટ્રેડિંગ) અને સંપત્તિ પ્રબંધન (વેલ્થ મેનેજમેન્ટ) જેવાં ક્ષેત્રોમાં આ ગ્રૂપ પ્રવૃત્ત છે. જાગૃત અને સંવેદનશીલ આ ઉદ્યોગસાહસિક, ભારત તેમ જ મધ્ય પૂર્વના દેશો- બંને સ્થાને શિક્ષણ તથા સમાજ કલ્યાણનાં મોટાં મોટાં કાર્યોમાં પોતાનું યોગદાન સતત આપતા રહે છે.
જેમિની ગ્રૂપના સ્થાપક અધ્યક્ષ શ્રી સુધાકર રાવ આ દાન વિશે કહે છે, "ઘણા લાંબા સમયથી મારી તીવ્ર ઇચ્છા હતી કે, મારી માતૃ સંસ્થા પ્રત્યેનું મારું ઋણ હું અદા કરું અને આજે તે ઇચ્છા પૂરી થાય છે. એનઆઇટી વારાંગલમાંથી મેં પ્રતિષ્ઠિત પદવી હાંસલ કરી છે એવું જ ફક્ત નથી. બલ્કે, મારાં સપનાંઓને વાસ્તવિકતાનું રૂપ આપવાનો જબરદસ્ત આત્મવિશ્વાસ પણ મારાંમાં આ સંસ્થા થકી જ જાગ્યો છે અને આ હકીકતનું મને અત્યંત ગૌરવ છે."
શ્રી રાવ દ્વારા આપવામાં આવેલાં આ દાનનો ઉપયોગ, આ સંસ્થામાં અતિ આધુનિક ઇનોવેશન (નવપ્રવર્તન) અને ઇન્ક્યૂબેશન કેન્દ્ર સ્થાપવા માટે કરવામાં આવશે. શ્રી રાવે વધુમાં ઉમેર્યું હતું કે, "મને આશા છે કે આ ભવન, આવનારી પેઢીઓના વિદ્યાર્થીઓનાં સ્વપ્નોને સુદ્રઢ કરશે, યુવા માનસોમાં ઉદ્યોગસાહસિકતાનું બીજારોપણ કરીને, તે અત્યંત રોમાંચક ભવિષ્ય તરફ ઉડાન ભરવાની પાંખો આપનારું બનશે."
જેમિની ગ્રૂપનો પરિચય: જેમિની પ્રોપર્ટી ડેવલપર્સ, રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં પ્રવૃત્ત, ભારત અને મધ્ય પૂર્વમાં સુપ્રસિદ્ધ બિઝનેસ ગ્રૂપોમાંનું એક છે. 30 થી વધારે વર્ષોનો સફળ વ્યાપાર અનુભવ ધરાવતાં આ ગ્રૂપની યોજના છે કે ગુણવત્તાનાં ઉચ્ચ ધોરણોને જાળવી રાખીને, ખૂબ આધુનિક છતાં પણ કિફાયતી એવી વૈભવી ભવન સંપત્તિઓ (પ્રોપર્ટીઝ) વિકસિત કરવી.
લેગસી ફિનવેસ્ટ પ્રા. લિ. એક બુટિક સંપત્તિ પ્રબંધન (વેલ્થ મેનેજમેન્ટ) કંપની છે, તેનાં કાર્યાલયો ભારતભરમાં આવેલાં છે અને તે સંપત્તિ માર્ગદર્શન (વેલ્થ એડવાઇઝરી) તેમ જ પરિવાર કાર્યાલય સેવાઓ (ફૅમિલી ઑફિસ સર્વિસીઝ) પૂરી પાડે છે.
Photos/Multimedia Gallery Available: https://www.businesswire.com/news/home/52110415/en
સંપર્ક વિગતો:
પૂરું નામ : અજય બજાજ
ફોન : +910 99209 28757
ઇમેલ : [email protected]
